10 - ‘જાગ, જદુનંદન ! જગતપતિ જાદવા! / નરસિંહ મહેતા


રાગ કેદારો

‘જાગ, જદુનંદન ! જગતપતિ જાદવા! સાર કર, શામળા ! દીન જાણી,
આગે અનેક દુઃખ ભાંજિયા દાસનાં, તેણે હું જાચું વિશ્વાસ આણી. ૧

ધાયા ‘નારાયણ’ નામ લેતાં થાકી, અધમ અજામિલને તેં ઉગાર્યો,
ગજ તણી વહારે તું ગરુડ મેલી ધસ્યો, પરમ દયાળ તમે તુરત તાર્યો. ૨

અંબરીષ-હેતે અવતાર લેવો પડ્યો, વિવિધ લીલા વિશે તૂં વગૂત્યો,
દાસ નરસૈંયાની આશ પૂરવા સમે, કંથકમળા તણા ! કાં રે સૂતો?’ ૩


0 comments


Leave comment