14 - લક્ષ્મી તૃઠ્યા કૃપા કરી / નરસિંહ મહેતા


રાગ રામગ્રી

લક્ષ્મી તૃઠ્યા કૃપા કરી, ઠાલી છાબ સોનૈયે ભરી,
અનેક પટોળાં ખીરોદક સાર, કમખા ભાત ન આવે પાર. ૧

જેટલું લખિયું કાગળ માંહ્ય, તે સર્વ પૂર્યું વૈકુંઠરાય,
લક્ષ્મીએ જો કીધો નિવાસ, સહુ કોને આવ્યો વિશ્વાસ. ૨

વહેવાઈ મનમાં કરે વિચાર : ‘એ કોએક કારણ-અવતાર,
નરસૈં મહેતો સેવકસાધ, અમો કીધા અનેક અપરાધ.’ ૩


0 comments


Leave comment