9 - ડોસીએ પત્રમાં જે લખાવિયું / નરસિંહ મહેતા


રાગ કેદારો

ડોસીએ પત્રમાં જે લખાવિયું આપી શકે કોણ પ્રભુ રે પાખે ?
કુંવરાઈ તે પત્ર લઈ આવિયાં, આંખ પાણી ભરી વાણી ભાખે: ૧

‘સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું, સીમંત માહરે શીદ આવ્યું ?
સાંભળો તાતજી ? કવણ આપી શકે ? હાંસી થાવાને એવું લખાવ્યું.’ ૨

મહેતાજી ઓચર્યા : દીકરી માહારી ! શ્રીહરિનો વિશ્વાસ રાખો,
નરસૈંયાઓ સ્વામી ચોગણું આપશે, મન તણી કળપના કાઢી નાખો.’ ૩


0 comments


Leave comment