8 - ભજનોના પ્રકારો / ભજનમીમાંસા / ડૉ. નિરંજન રાજ્યગુરુ


      ભજનને મૂળભૂત રૂપમાં તો આત્મચિંતનપ્રધાન અને સ્વાનુભૂતિપરક કાવ્ય જ કહી શકાય. સંતો-ભક્તોએ પોતાના વિચારોને, પોતાના સ્વાનુભૂત સિદ્ધાંતોને, જીવનથી ત્રાસી ગયેલા અસહાય લોકસમાજની ઉન્નતિ માટે ભજનના રૂપમાં એ મોહમાયાથી જકડાયેલા સમાજ સામે મૂક્યા. આ રચનાઓ કંઈ મનોરંજનાર્થે રચાઈ નથી, અથવા તો યશ, કીર્તિ કે ધન મેળવવા આ સર્જન થયું નથી, પણ માનવચિત્તની વિવિધ લાગણીઓને જુદા જુદા સ્વરૂપે પ્રકારે અહીં વાચા અપાઈ છે એટલે તેમાં પ્રકારની દૃષ્ટિએ જોઈએ તો અસંખ્ય પ્રમાણમાં પ્રકારભેદો પ્રાપ્ત થાય છે. એનું જ્યારે વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે કોઈ એક જ દૃષ્ટિ અહીં પર્યાપ્ત નથી. જુદી જુદી વિવિધ દૃષ્ટિએ ભજનોનું વર્ગીકરણ કરી શકાય છે. છતાં ઉપરછલ્લી રીતે આટલી દૃષ્ટિએ ભજનને વર્ગીકૃત કરી શકાય.

(૧) કાવ્યપ્રકારની દૃષ્ટિએ ભજનનાં પ્રકારો
(૨) સ્વરૂપની દૃષ્ટિએ ભજનનું વર્ગીકરણ
(૩) રસની દૃષ્ટિએ ભજનોનું વર્ગીકરણ
(૪) ઉદ્દેશની દૃષ્ટિએ ભજનોનું વર્ગીકરણ


0 comments


Leave comment