1 - નિવેદન - તાજા કલમમાં એ જ કે ... - પ્રાસ્તાવિક / મુકુલ ચોકસી


ગઝલોનું એવું છે કે લખાતી હોય છે ત્યારે ‘લખાતી હોવાની’ વાત મહત્વની છે. તેના સંગ્રહની વાત અલ્પ મહત્વની હોય છે. પણ ‘ન લખાતી’ હોય ત્યારે સંઘરવાની વાત મહત્વની બને છે.

કંઈક એવું જ મારું અને મારી ગઝલોનું છે. પચ્ચીસ વર્ષના સમયગાળામાં સંઘરવા જેવું બહુ અલ્પ લખાયું છે. તેને સુરેશભાઈ દલાલ તથા ડૉ.રઈશ મનીઆર ઇમેજના પૃષ્ઠો ઉપર મૂકી રહ્યા છે તે ઘટનામાં મારું કતૃત્વ અલ્પ અને તેમનું ઝાઝું છે. મને ફરીથી ગઝલોના લપસણા ઢાળ પર દોડવા મળે એવી ક્ષણો આ સંગ્રહ આપશે એ કલ્પના રમ્ય લાગે છે. પણ કોઈ સાચ્ચા ગઝલચાહકને આમાંની એકાદ પંક્તિ પણ હૃદયના કોક ખૂણે સાચવવા જેવી લાગે તો એ રમ્યાતાથી આગળ વધીને ધન્યતા બની જશે.

- મુકુલ ચોક્સી0 comments


Leave comment