10 - રહે છે બીતાં બીતાં મારામાં ઘટનાનું પરચૂરણ / મુકુલ ચોકસી
રહે છે બીતાં બીતાં મારામાં ઘટનાનું પરચૂરણ,
જે રીતે કાણા ગજવામાં રહે રૂપિયાનું પરચૂરણ.
વટાવે છે ગમે ત્યારે કકડતા શબ્દનાં ટોળાં,
-કે છાતી ક્યાં સુધી સંઘરી શકે હોવાનું પરચૂરણ?
નીચે અંધારનો કાળો તમાશો ચાલતો જોઈ,
ઉપરથી સૂર્ય લૂંટાવ્યા કરે તડકાનું પરચૂરણ.
અમસ્તું મન થતાં બસ ખાલીખમ આશાના ખિસ્સામાં,
ભરી રાખું છું ભારોભાર એકલતાનું પરચૂરણ.
બીજું તો ઠીક ગઝલ કહેવામાં ક્યારેક કામ આવે છે,
ચલણમાં પણ નથી એવી કોઈ ભાષાનું પરચૂરણ.

0 comments
Leave comment