11 - શેની છે કોને માલૂમ હોય છે? / મુકુલ ચોક્સી
શેની છે કોને માલૂમ હોય છે ?
બસ, બધે ખાલી બૂમાબૂમ હોય છે.
શોધીએ જીવતાં, તો એ ગુમ હોય છે,
ને મળે છે, તે મરહૂમ હોય છે.
જે કંઈ હોવાનું છે – તે આપણે,
આ અરીસાઓ તો માસૂમ હોય છે.
બેસૂરું લાગે એ જુદી વાત છે,
વેદનાનું પણ તરન્નુમ હોય છે.
બસ, બધે ખાલી બૂમાબૂમ હોય છે.
શોધીએ જીવતાં, તો એ ગુમ હોય છે,
ને મળે છે, તે મરહૂમ હોય છે.
જે કંઈ હોવાનું છે – તે આપણે,
આ અરીસાઓ તો માસૂમ હોય છે.
બેસૂરું લાગે એ જુદી વાત છે,
વેદનાનું પણ તરન્નુમ હોય છે.
0 comments
Leave comment