13 - ચિર વિરહિણીની ગઝલ / મુકુલ ચોક્સી
અહીંથી આવ-જા કરતા બધા બસ રાહદારી છે,
અહીં દ્વારો વગરનું ઘર અને હજ્જારો બારી છે.
હવે વારાંગનાના બારણાથી પણ વધુ ખુલ્લી,
આ મારી ખુલ્લી છાતી પર સજાવેલી પથારી છે.
છતાં એવી જ નિર્મમતાથી પીડે છે હજુ આજે,
ગયા ભવમાં હતી જે શોક્ય આ ભવમાં અટારી છે.
પ્રતીક્ષાની પીડાઓ તો અ.સૌ. છે ને અ.સૌ. રહેશે,
ભલે એક આંખ વિધવા છે અને બીજી કુંવારી છે.

0 comments
Leave comment