14 - માટી જ પોતે પીડે અને વેદના કરે / મુકુલ ચોક્સી


માટી જ પોતે પીડે અને વેદના કરે,
ઊગી જવાની કોણ પછી ઝંખના કરે?

ધારો કે ઊગીએ તો કોઈ સ્પર્શ ના કરે,
પંચાત કોણ પારકી કારણ વિના કરે ?

જેની અહીં બધા જ ફક્ત કલ્પના કરે,
શું કામ એવી ચીજની તું યાચના કરે !

ને મૌન માટે મૌનનો અભિપ્રાય મૌન છે,
શબ્દો તો શબ્દને વિષે આલોચના કરે !

ભજવે જો એ મનુષ્ય તો સમજી શકાય છે,
પણ વેશ બહુરૂપીના હવે આયના કરે.



0 comments


Leave comment