15 - બીજાં ઢોરોના સંગાથે ચરે યમરાજનો પાડો / મુકુલ ચોક્સી


બીજાં ઢોરોના સંગાથે ચરે યમરાજનો પાડો,
અને સીમાડે ગપ્પાં મારતા અણબૂઝ ભરવાડો.

વિતાવે છે એ શપ્પા પર અમારી રાત ને દા’ડો,
ઉદાસીને અમારી સાથ કંઈ સંબંધ છે આડો.

નહીંતર એ તરત અર્થોની માથાકૂટમાં પડશે,
નિરક્ષર લાગણીને ફૂલની ભાષા ન શિખવાડો.

કબૂતર તો કબૂતર છે એ કંઈ થોડી જ છે ચિઠ્ઠી ?
કે એને પ્રેમથી વાંચો અને ગુસ્સો કરી ફાડો !


0 comments


Leave comment