20 - બાથમાં ભીડી લઉં છું છેવટે અજવાસને / મુકુલ ચોક્સી


બાથમાં ભીડી લઉં છું છેવટે અજવાસને,
આ ઉપરથી નામ કંઈ આપો અમારી પ્યાસને.

ઊગવામાં જેને કંઈ આનંદ પણ હોતો નથી,
તૂટવાનો ભય કદી હોતો નથી એ ઘાસને.

છૂટ આથમતી ગઝલ ટાણે હવે લેવી નથી,
જાળવીશું છિન્ન ઘટનાઓના પીળા પ્રાસને.

કોઈના કોમળ ચરણથી રક્ત પણ ટપકી શકે,
ક્યાં ખબર છે ફર્શ પર તૂટી ગયેલા ગ્લાસને ?


0 comments


Leave comment