24 - બચાવે ખાલીપાથી જે એ ટોળાનું કરજ રહેશે / મુકુલ ચોકસી
બચાવે ખાલીપાથી જે એ ટોળાનું કરજ રહેશે,
પ્રથમ આખા નગર પર, છેવટે મારા પર જ રહેશે.
આ હોઠોમાં પુરાયેલા રિષભ રહેશે, ષડજ રહેશે,
ને સામે ઝીણા ઝીણા તારકો બે ત્રણ અબજ રહેશે.
મને સંભાળવા માટે દિવસભર તો સૂરજ રહેશે,
અને થોડીઘણી આથમતા ચંદ્રોની ફરજ રહેશે.
અવસ્થા આવશે...આંખોને ચશ્માંની ગરજ રહેશે,
ને કાનો પર પુરાણા ગીતની કોઈ તરજ રહેશે.
કે તેઓએ મનુષ્યોના કદી સોગંદ નહીં ખાવા,
એ પડછાયાઓને એક નમ્રતાપૂર્વક અરજ રહેશે.

0 comments
Leave comment