25 - શક્ય છે રાક્ષસ વિષેની સાચી શંકા નીકળે / મુકુલ ચોકસી


શક્ય છે રાક્ષસ વિષેની સાચી શંકા નીકળે,
રોજ સાંજે એક-બે ઘેટાંઓ ઓછાં નીકળે?

રંગ મેંદીનો તો આપોઆપ નીકળી જાય છે,
શી રીતે બાકી રહેલી હસ્તરેખા નીકળે?

ઝાંઝવાં હાથોમાં આપોઆપ આવી જાય છે,
જળ પકડવા જાઉં તો આ હાથ ટૂંકા નીકળે.

મૌન સાથેનો ઋણાનુબંધ પણ કેવો હતો !
શબ્દ જીવતા થાય, તો આ કાન બહેરા નીકળે.0 comments


Leave comment