27 - આ દિશાઓનું છે હોવાથી વધુ કર્તવ્ય શું? / મુકુલ ચોકસી
આ દિશાઓનું છે હોવાથી વધુ કર્તવ્ય શું ?
શ્વાસને નૈઋત્ય શું ને ઘાસને વાયવ્ય શું ?
ઊડવાની બાદ કરીએ તો બીજી બાની મહીં,
પંખીઓ આપી શકે પીંછાં વિષે વક્તવ્ય શું ?
સાવ આ નિસ્પૃહ સૂરજ-ચંદ્રને ક્યાંથી ખબર,
સાંજનું કૌમાર્ય શું ને રાતનું વૈધવ્ય શું ?
અશ્રુ જેને મન નીચોવાઈ ગયેલું સ્વર્ગ છે;
હોય એ રેતીનું ચોમાસા વિષે મંતવ્ય શું?
શ્વાસને નૈઋત્ય શું ને ઘાસને વાયવ્ય શું ?
ઊડવાની બાદ કરીએ તો બીજી બાની મહીં,
પંખીઓ આપી શકે પીંછાં વિષે વક્તવ્ય શું ?
સાવ આ નિસ્પૃહ સૂરજ-ચંદ્રને ક્યાંથી ખબર,
સાંજનું કૌમાર્ય શું ને રાતનું વૈધવ્ય શું ?
અશ્રુ જેને મન નીચોવાઈ ગયેલું સ્વર્ગ છે;
હોય એ રેતીનું ચોમાસા વિષે મંતવ્ય શું?
0 comments
Leave comment