28 - ઉઘાડી આંખથી સીંચેલાં સ્વપ્નાં પાંચ દશ મળશે / મુકુલ ચોકસી


ઉઘાડી આંખથી સીંચેલાં સ્વપ્નાં પાંચ દશ મળશે,
અનિદ્રાવાન ઓશિકાંઓને પણ થોડો જશ મળશે.

ભલે સૂરજ તને દરરોજ સાયંકાળવશ મળશે,
નગરમાં સ્વસ્થ મળશે પણ નદીકાંઠે વિવશ મળશે.

મળે એને તમારું ઘર સમીસાંજે, અને તમને,
મરેલી હાથણીની સૂંઢમાં ખાલી કળશ મળશે.

હવે તારી ‘કદીનહીંતા’ને જો મારી ‘હજુપણતા’,
ભૂલેચૂકે મળે તો કેટલી આભારવશ મળશે?
0 comments


Leave comment