31 - પિંજરના એક ભાગનું પક્ષીકરણ થયું / મુકુલ ચોકસી
પિંજરના એક ભાગનું પક્ષીકરણ થયું.
છાતીના કલબલાટ વિષે શું કહું બીજું ?
તારી નિરાંતમયતા મને, ‘કેમ છો?’ –પૂછે,
ટોળાત્મકાયેલો હું હસી લઉં ઘણું ખરું.
ઘડિયાળ અથવા ઘાસ બન્યો હોઉં એ રીતે,
મારે લણાતા અથવા ક્ષણાતા જવું પડ્યું.
સ્વપ્નાપ્રચૂર ઊંઘનું ખાલી હતું નગર !
કે પારદર્શિકાઓ વડે એ ભર્યું હતું !
ભીંતેશ્વરાય નમ: કહી હાથ જોડ્યા બાદ,
સાષ્ટાંગવત દશામાં પલંગસ્થ થઈ જવું.
છાતીના કલબલાટ વિષે શું કહું બીજું ?
તારી નિરાંતમયતા મને, ‘કેમ છો?’ –પૂછે,
ટોળાત્મકાયેલો હું હસી લઉં ઘણું ખરું.
ઘડિયાળ અથવા ઘાસ બન્યો હોઉં એ રીતે,
મારે લણાતા અથવા ક્ષણાતા જવું પડ્યું.
સ્વપ્નાપ્રચૂર ઊંઘનું ખાલી હતું નગર !
કે પારદર્શિકાઓ વડે એ ભર્યું હતું !
ભીંતેશ્વરાય નમ: કહી હાથ જોડ્યા બાદ,
સાષ્ટાંગવત દશામાં પલંગસ્થ થઈ જવું.
0 comments
Leave comment