32 - આ ખખડધજ હાસ્યમાં એક પુલ જીવતો હોય છે / મુકુલ ચોકસી


‘આ ખખડધજ હાસ્યમાં એક પુલ જીવતો હોય છે’,
_એક નદી જેવો જ ભોળો દોસ્ત કહેતો હોય છે.

મનને એ તારા ઉઘાડું પાડી દેતો હોય છે,
આ પવન હોય જ નહીં એ રીતે વહેતો હોય છે.

સાંજટાણે તું લીલુંછમ મૌન રહેતો હોય છે,
તો ય બબ્બે ગામનું વેરાન સહેતો હોય છે.

ત્યાં નદી હોવાનો સંભવ ખૂબ ઓછો હોય છે,
જે નદીકાંઠા ઉપર તું બેસી રહેતો હોય છે.


0 comments


Leave comment