33 - દરેક વિસ્તરેલું છે ભલે દરેક સુધી.... / મુકુલ ચોકસી
દરેક વિસ્તરેલું છે ભલે દરેક સુધી....
છે એવું કોણ જે પહોંચી શક્યું હો છેક સુધી!
ગયો, તો માત્ર હું ઝળહળતા કોક એક સુધી,
ને એની છાયાઓ વિસ્તરતી ગઈ અનેક સુધી.
તમેના ‘ત’થી શરૂઆત થાય તે પહેલાં,
કદાચ કંઈ જ નહીં હોય કેટલેક સુધી.
અને તું એમાં કશેક વચ્ચે ક્યાંક આવી શકે,
જે માર્ગ ફૂલથી દોરી જતો’તો મ્હેક સુધી.
છે એવું કોણ જે પહોંચી શક્યું હો છેક સુધી!
ગયો, તો માત્ર હું ઝળહળતા કોક એક સુધી,
ને એની છાયાઓ વિસ્તરતી ગઈ અનેક સુધી.
તમેના ‘ત’થી શરૂઆત થાય તે પહેલાં,
કદાચ કંઈ જ નહીં હોય કેટલેક સુધી.
અને તું એમાં કશેક વચ્ચે ક્યાંક આવી શકે,
જે માર્ગ ફૂલથી દોરી જતો’તો મ્હેક સુધી.
0 comments
Leave comment