34 - તે છતાં તરસ્યો રહ્યો છે ઊંબરો / મુકુલ ચોકસી


તે છતાં તરસ્યો રહ્યો છે ઊંબરો,
લાખ પગલાં પી ગયો છે ઊંબરો.

બારણાને એમ કે અમથો અહીં,
ટહેલવા આવી ચડ્યો છે ઊંબરો.

બારસાખો આટલી નીચી નમી ?
કે પછી ઊંચો થયો છે ઊંબરો ?

કંઈ નહીં તો ફર્શ ત્યાં ભીની હશે,
રાત આખી જ્યાં રડ્યો છે ઊંબરો.


0 comments


Leave comment