35 - લોક એવું માનતા’તા કે એ મરવા નીકળ્યો’તો / મુકુલ ચોકસી


લોક એવું માનતા’તા કે એ મરવા નીકળ્યો’તો,
એક માણસ શૂન્યતા સાકાર કરવા નીકળ્યો’તો.

કારમી પ્રત્યેક વસ્તુ ચીસ કંઈ હોતી નથી,
હસતાં હસતાં તું શું એ પુરવાર કરવા નીકળ્યો’તો ?

વૃક્ષ હોવાનું મને ગૌરવ મળે એ હેતુસર શું ?
પાંદડાંની જેમ મારો હાથ ખરવા નીકળ્યો’તો ?

સ્હેજ સાયંકાળ વત્તા સ્હેજ પ્રાત:કાળ લઈને,
રાત બન્ને છેડેથી હું ટૂંકી કરવા નીકળ્યો’તો.0 comments


Leave comment