36 - સંબંધ, સભ્યતાઓ ને સંસ્કાર, સંસ્કૃતિ / મુકુલ ચોકસી
સંબંધ, સભ્યતાઓ ને સંસ્કાર, સંસ્કૃતિ,
માણસ તરીકે જીવી ગયાની ફલશ્રુતિ.
ચોંકી ઉઠ્યો હું, એ તો હતી મારી પ્રકૃતિ,
ખખડાટ જેવું કંઈ જ થયાની નથી સ્મૃતિ.
ભડકો નહીં, પ્રકાશ નહીં, માત્ર ધુમ્રસેર...
નક્કી, મરેલા શબ્દની આપી છે આહુતિ.
હું મારી વેદનાથી સજાવીને શું કરું ?
અંતે તો આ મકાન છે આખ્ખું ય ભાડૂતી.
માણસ તરીકે જીવી ગયાની ફલશ્રુતિ.
ચોંકી ઉઠ્યો હું, એ તો હતી મારી પ્રકૃતિ,
ખખડાટ જેવું કંઈ જ થયાની નથી સ્મૃતિ.
ભડકો નહીં, પ્રકાશ નહીં, માત્ર ધુમ્રસેર...
નક્કી, મરેલા શબ્દની આપી છે આહુતિ.
હું મારી વેદનાથી સજાવીને શું કરું ?
અંતે તો આ મકાન છે આખ્ખું ય ભાડૂતી.
0 comments
Leave comment