37 - સજાવી રાખજો આજે તમારી કાવડને / મુકુલ ચોકસી


સજાવી રાખજો આજે તમારી કાવડને,
સૂરજની જાતરા કરવી છે એક ઘૂવડને.

શું કામ વહાણ ડરે તારાથી ને મુજથી નહીં ?
પૂછે છે રોજ આ પરપોટો પેલી ભેખડને.

રડી લીધું છે અમે-નાક-કાન-દાઢીમાં,
હવે તું દોસ્ત, જરા મૂછમાં હસી પડ ને !

નથી થઈ જે એ ચડભડમાં ગોઠવી દઈશું,
કદી ન સાંધી શકાયેલી એ બે તડને.0 comments


Leave comment