39 - જવા ન દેવા કટિબદ્ધ દિગ્ગજો ય હશે / મુકુલ ચોકસી


જવા ન દેવા કટિબદ્ધ દિગ્ગજો ય હશે,
જવાને માટે તેં કીધું તે ‘આવજો’ય હશે

સગામાં થોડી નગર નામની છે પત્નીઓ,
ને વારસામાં ભટકતા આ સૂરજો ય હશે.

જે અડધી કાઠીએ જીવ્યા એ માણસો પણ છે,
અને કદી ન ઝૂક્યા હોય એ ધ્વજો ય હશે.

કદી હતા જ નહીં – એવા પૂર્વજો ય હતા,
કદી હશે જ નહીં, એવા વંશજો ય હશે.



0 comments


Leave comment