40 - જે ગણો તે સાતડો કે પાંચડો કે ચોગડો / મુકુલ ચોકસી
જે ગણો તે સાતડો કે પાંચડો કે ચોગડો,
આખરે હું શૂન્યની સાથે ગુણાતો આંકડો.
છાપરું સજ્જડ હતું ને ભીંત સર્વે જડ હતી,
બારણાં વાટે ય ક્યાં ભાગી શકે છે ઓરડો ?
ઓથ અજવાળાની લઈને જીવવાનો યત્ન છે,
આંધળા આકાશ પર બેઠો છે સૂરજ લંગડો.
શી ખબર કે કેમ હું એની ઉપર બેસી ગયો !
પાનખરને બેસવા માટે મૂક્યો’તો બાંકડો.
આમ કૂજામાં જુઓ તો પાણીનું ટીપું નથી,
કાંકરા શા કારણે નાખ્યા કરે છે કાગડો ?
આખરે હું શૂન્યની સાથે ગુણાતો આંકડો.
છાપરું સજ્જડ હતું ને ભીંત સર્વે જડ હતી,
બારણાં વાટે ય ક્યાં ભાગી શકે છે ઓરડો ?
ઓથ અજવાળાની લઈને જીવવાનો યત્ન છે,
આંધળા આકાશ પર બેઠો છે સૂરજ લંગડો.
શી ખબર કે કેમ હું એની ઉપર બેસી ગયો !
પાનખરને બેસવા માટે મૂક્યો’તો બાંકડો.
આમ કૂજામાં જુઓ તો પાણીનું ટીપું નથી,
કાંકરા શા કારણે નાખ્યા કરે છે કાગડો ?
0 comments
Leave comment