6 - દરિયો આખો તૂટી પડે / રમણીક સોમેશ્વર
દરિયો આખો તૂટી પડે
તો ખોબો ધરીએં
ખોબામાંથી ઝરી પડે તો ઝરવા દઈએં
બુંદ એક-બે હોઠે ભરીએં
ભલે ઉછેર્યું હોય આપણે
આખું આ આકાશ,
આપણે કઈ રીતે સાચવીએં !
બંધ આંખોમાં થોડું જે સચવાય
સાચવી લઈએં
બાકી વહેતું કરીએં
હોય સમય ક્યાં સાવ આપણો
હોય આપણું ટાણું
કઈ રીતે વિસ્તરતી ક્ષણનું
મેળવશું પરમાણુ !
ખરવાની મોસમ જો આવી
ચાલો, ખીલ્યા જેવું ખરીએં
ઝરમર ઝરીએં
ખરીએં
ઝરીએં......
તો ખોબો ધરીએં
ખોબામાંથી ઝરી પડે તો ઝરવા દઈએં
બુંદ એક-બે હોઠે ભરીએં
ભલે ઉછેર્યું હોય આપણે
આખું આ આકાશ,
આપણે કઈ રીતે સાચવીએં !
બંધ આંખોમાં થોડું જે સચવાય
સાચવી લઈએં
બાકી વહેતું કરીએં
હોય સમય ક્યાં સાવ આપણો
હોય આપણું ટાણું
કઈ રીતે વિસ્તરતી ક્ષણનું
મેળવશું પરમાણુ !
ખરવાની મોસમ જો આવી
ચાલો, ખીલ્યા જેવું ખરીએં
ઝરમર ઝરીએં
ખરીએં
ઝરીએં......
0 comments
Leave comment