7 - નદીકાંઠે પ્રભાત / રમણીક સોમેશ્વર


નદી શાંત ભરપૂર વહે ને તરે અટૂલી હોડી
એક હલેસે નદીબાઈને ઝબાક દઈ ઢંઢોળી

નદી અને હોડીની વચ્ચે થતી ગોઠડી છાની
જળના તરંગ ઉપર બેઠી સૂણે માછલી નાની

નાની અમથી માછલડીએ વહેતી મૂકી વાત
નભના ગાલ બની ગ્યા રાતા ખીલી ઊઠ્યું પ્રભાત

કોઈ પ્રભાતી સ્વપ્નું ખળખળ ખળખળ જળમાં વહે
કાંઠા પરનાં વૃક્ષ પરસ્પર કશું કાનમાં કહે

વૃક્ષો કલરવ, સૂરજ કલરવ, કલરવ કલરવ હોડી
એક હલેસે નદીબાઈને ઝબાક દઈ ઢંઢોળી0 comments


Leave comment