8 - એક જાંબલી નદી / રમણીક સોમેશ્વર
આંખ કરું જ્યાં બંધ
વહે છે એક જાંબલી નદી.
નદીને નહીં કાંઠો નહીં કાયા
નદીમાં કોરા નીર સમાયાં
ઝલમલ રંગબિરંગી છાયા
લીલા-પીળા કદી વાદળી
ઘેઘૂર રંગ છવાયા
જંગલ જંગલ વહે નદીમાં
દરિયો પણ લહલહે નદીમાં
વહે નદીમાં નદી, અને
એ પોતે પાછી સ્થિર
નદીમાં ભીનાં-કોરાં નીર
આંખ કરું જ્યાં બંધ
વહે છે એક જાંબલી નદી.
વહે છે એક જાંબલી નદી.
નદીને નહીં કાંઠો નહીં કાયા
નદીમાં કોરા નીર સમાયાં
ઝલમલ રંગબિરંગી છાયા
લીલા-પીળા કદી વાદળી
ઘેઘૂર રંગ છવાયા
જંગલ જંગલ વહે નદીમાં
દરિયો પણ લહલહે નદીમાં
વહે નદીમાં નદી, અને
એ પોતે પાછી સ્થિર
નદીમાં ભીનાં-કોરાં નીર
આંખ કરું જ્યાં બંધ
વહે છે એક જાંબલી નદી.
0 comments
Leave comment