9 - એક વાવનાં સાત પગથિયાં / રમણીક સોમેશ્વર
એક વાવનાં સાત પગથિયાં
સાત પગથિયે દીવા રે
દીવા જે પ્રગટાવી જાણે
તે નર તો મરજીવા રે
ભેદ-ભરમની વાતું સંતો
વિરલા કોઈ ઉકેલે રે
ઝલમલ વહેતા વાયુ ઉપર
દીવા તરતા મેલે રે
જીવતર નામે એક કચકડું
સૂરજ આખો ઝીલે રે
સૂરજ જેનું નામ –
નથી બંધાતો કો’દી ખીલે રે
ક્ષર-અક્ષરની આરપાર જે
રમે શબ્દ ટેકીલો રે
સૂરજનો દીવો સંકોરી
સંતો ભેદ ઉકેલો રે....
સાત પગથિયે દીવા રે
દીવા જે પ્રગટાવી જાણે
તે નર તો મરજીવા રે
ભેદ-ભરમની વાતું સંતો
વિરલા કોઈ ઉકેલે રે
ઝલમલ વહેતા વાયુ ઉપર
દીવા તરતા મેલે રે
જીવતર નામે એક કચકડું
સૂરજ આખો ઝીલે રે
સૂરજ જેનું નામ –
નથી બંધાતો કો’દી ખીલે રે
ક્ષર-અક્ષરની આરપાર જે
રમે શબ્દ ટેકીલો રે
સૂરજનો દીવો સંકોરી
સંતો ભેદ ઉકેલો રે....
0 comments
Leave comment