42 - નાદાર લાગણીઓનું ખામોશ ઉડ્ડયન / મુકુલ ચોકસી
નાદાર લાગણીઓનું ખામોશ ઉડ્ડયન,
જીરવે ન એ મનુષ્ય ને જીરવી લે એ ગગન.
ભૂલી પ ડેલી નર્તકીઓનું કોઈ રુદન,
ધીમું પડી ગયું ને બન્યું છેવટે આ મન.
કોઈના રોમ રોમ વિષે એટલું કહીશ,
કરવટ બદલતું હોય છે ક્યારેક વાંસવન.
બદનામ નામથી ય છે બદતર ઘણું બધું,
શ્વાસો છે બદનસીબ ને શબ્દો છે બદચલન.
કાગળની પાર્શ્વ-ભૂમાં તમે જોયું છે સતત,
શબ્દોની સાથે ક્ષણનું અનાસક્ત સંવનન.
જીરવે ન એ મનુષ્ય ને જીરવી લે એ ગગન.
ભૂલી પ ડેલી નર્તકીઓનું કોઈ રુદન,
ધીમું પડી ગયું ને બન્યું છેવટે આ મન.
કોઈના રોમ રોમ વિષે એટલું કહીશ,
કરવટ બદલતું હોય છે ક્યારેક વાંસવન.
બદનામ નામથી ય છે બદતર ઘણું બધું,
શ્વાસો છે બદનસીબ ને શબ્દો છે બદચલન.
કાગળની પાર્શ્વ-ભૂમાં તમે જોયું છે સતત,
શબ્દોની સાથે ક્ષણનું અનાસક્ત સંવનન.
0 comments
Leave comment