44 - છે હવે સંન્યસ્ત એ ધબકારની ક્રીડાનો લય / મુકુલ ચોકસી


છે હવે સંન્યસ્ત એ ધબકારની ક્રીડાનો લય,
વાનપ્રસ્થાશ્રમ મહીં આવી ચડે એવો છે ભય.

ઊંઘની ઘોડીનો ટેકો લઈને ઊભો હોય છે,
લંગડાતી પાછલી રાત્રિનો થાકેલો સમય.

કે બધું ખંડિત થવાને બદલે સરજાતું ગયું,
આંખની સૂની રિયાસતમાં થયો કેવો પ્રલય !

ફૂલ સાલું કેટલું સાપેક્ષ ઊગતું હોય છે !
તારે માટે રંગમય ને મારે માટે ધૂમ્રમય.


0 comments


Leave comment