45 - તેની આ ચાલ્યા જવાની ધમકીમાં કંઈ દમ નથી / મુકુલ ચોકસી


તેની આ ચાલ્યા જવાની ધમકીમાં કંઈ દમ નથી,
પ્રેમ પડછાયાને કરવામાં કોઈ જોખમ નથી.

ભીંતમાં બાકોરું કરવા જેટલી જગ્યા નથી;
બસ કરો કે આટલાં કૅલેન્ડરો કંઈ કમ નથી.

આમ તો સુંદર પ્રસંગો પણ જીવનમાં કમ નથી,
ગમ ફક્ત એ છે કે એને કોઈ ચોક્કસ ક્રમ નથી.

આ તરફ છે એટલી, કે એને કંઈ સંયમ નથી,
તે તરફ સમ ખાવા પૂરતી પણ કોઈ મોસમ નથી.



0 comments


Leave comment