46 - પાસે જઈને જોઉં તો એ પણ છે એકલા / મુકુલ ચોકસી


પાસે જઈને જોઉં તો એ પણ છે એકલા,
જે દૂરથી સમૂહમાં લાગે છે તારલા.

તેઓ નજીક હોય ને સ્પર્શી નહીં શકાય,
યાદો તો એકએક ક્ષણે છે રજસ્વલા.

હું ફક્ત સંડોવાઈ શકું રોમેરોમમાં,
એવી રીતે કરે છે કોઈ મારા ભાગલા.

દરિયા કિનારે જ્યારે કશું સૂઝતું નથી,
ભેગાં કર્યા કરું છું અમસ્તો જ છીપલાં.


0 comments


Leave comment