47 - ગામમાં ખાતર પડ્યું ને દેવળે ડંકા થયા ને આવી તેવી એક બે ઘટના બને છે / મુકુલ ચોકસી
ગામમાં ખાતર પડ્યું ને દેવળે ડંકા થયા ને આવી તેવી એક બે ઘટના બને છે,
બાકી બધ્ધું છે સ્થગિત પણ પત્રની ભાષામાં કહેવું હોય તો ચાલ્યા કરે છે.
હોંશમાં ને હોંશમાં કાલે નવા જોડા ખરીદી આજે ફરવા નીકળ્યા છીએ નગરમાં,
એક કવિતા જેટલું અંતર હજી કાપ્યું નથી ને પેનના પગમાં ફરી આટણ પડે છે.
ભીડની વચ્ચે જઈને સૂઈ ગયો તો પણ કોઈ સ્પર્શે નહીં કે લાત પણ મારે નહીં,
તો પછી ખાલીપણામાં કેમ કોઈ આવી આવી છાતીએ દરરોજ અથડાયા કરે છે !
સૌ પ્રથમ તો આ સગર્ભા સાંજની પીડાના સાક્ષી જેવો સૂરજ ડૂબે છે ધીમે રહીને,
ને પછી જન્મેલાં કાળાં બાળકો આ મારા એકલવાયા પડછાયા ઉપર તૂટી પડે છે.

0 comments
Leave comment