48 - ભરી બજારે અક્કલનું પાછું દેવાળું કર્યું – છતાં ગુસ્તાખી માફ ! / મુકુલ ચોકસી


ભરી બજારે અક્કલનું પાછું દેવાળું કર્યું – છતાં ગુસ્તાખી માફ !
ધોળે દા’ડે મીણબત્તી બાળી અજવાળું કર્યું – છતાં ગુસ્તાખી માફ !

ચોમાસાને નામે તેં તો ભૈ ભોપાળું કર્યું – છતાં ગુસ્તાખી માફ !
ઈજ્જત જેવું કડક ધોતિયું પાણીવાળું કર્યું – છતાં ગુસ્તાખી માફ !

ના ના કરતાં કરતાં પણ છેલ્લે તે માળું કર્યું – છતાં ગુસ્તાખી માફ !
ઉકરડે બેસી બત્રીસ ભોજનનું વાળું કર્યું – છતાં ગુસ્તાખી માફ !

છાતીના તોતીંગપણામાં એક ગરનાળુ કર્યું – છતાં ગુસ્તાખી માફ !
કવિતા કરવામાં આખા કુળનું મોં કાળું કર્યું – છતાં ગુસ્તાખી માફ !0 comments


Leave comment