49 - શ્વાસમાંથી સંચરી ને આંખમાંથી નીતરી / મુકુલ ચોકસી


શ્વાસમાંથી સંચરી ને આંખમાંથી નીતરી,
એટલે તું કૌંસમાં પારેવું અથવા જળપરી.

જે લખાવાની હજુ બાકી છે તે કંકોતરી,
એટલે તું કૌંસમાં એક વેદના આગોતરી.

આમ પાછું કંઈ નહીં ને એક સ્વપ્નીલ શૂન્યતા,
એટલે તું કૌંસમાં એક અર્થહીન યાયાવરી.

થડથી આગળ જાય તો પણ થડ વગર ચાલે નહીં,
એટલે તું કૌંસમાં ડાળી અને ફૂલપાંતરી.



0 comments


Leave comment