50 - અગાધ અરણ્યો મહીં આવતાં-જતાં લખીએ / મુકુલ ચોકસી


અગાધ અરણ્યો મહીં આવતાં-જતાં લખીએ,
વહેલા વીર્યને અજવાળે વારતા લખીએ.

ચબરખી નાની, મહીં નાની શી ખતા લખીએ,
ઉપર કોઈના અધૂરા અતા-પતા લખીએ.

ભલે કશો ન રહે અર્થ-તે છતાં લખીએ,
કોઈની આગતા, કોઈની સ્વાગતા લખીએ.

કોઈને નામ કરી દઈએ આ મદીલ કવન,
કોઈને નામ અમસ્તી જ શૂન્યતા લખીએ.

જો એનો એ જ હો માહોલ હરક્ષણે તો પછી,
શો ફર્ક જાગતાં લખીએ કે ઊંઘતાં લખીએ.0 comments


Leave comment