12 - હું કઈ રીતે લખું ! / રમણીક સોમેશ્વર


હું કઈ રીતે લખું !
લખું, ને હું વિખરાતો

દર્ભ તણી છાયામાં કીડી ઝોલે ચડતી ભાળું
છાયા આંખે આંજું ત્યાં તો અજવાળું અજવાળું

રહ્યું સ્મરણમાં સચવાયેલું
વિસ્તરતું લખલખું
હું કઈ રીતે લખું !
લવકતો લયનો નાતો
હું કઈ રીતે લખું !

બોલે રે બોલે ડાળી પર પંખી ઝીણું બોલે
ડોલે રે ડોલે પંખીના ટહુકા મીઠું ડોલે

કૂણા તડકા પર ટહુકાના –
ચહેરાને આળખું
હું કઈ રીતે લખું !
લખું, ત્યાં હું રેલાતો !
હું કઈ રીતે લખું !0 comments


Leave comment