14 - લેખણ અધવચ્ચે બટકી ગઈ / રમણીક સોમેશ્વર
લેખણ અધવચ્ચે બટકી ગઈ,
સાજણ, કેમ કરીને લખીએં !
લખવું છે, આ ટેકરીઓમાં સરી જતું
સસલાનું ટોળું
ટેકરીઓને કાંઠે ઊભું તળાવ ભોળું
જોયા કરતું લીલા નકરી
લખવી છે એ
લેખણ અધવચ્ચે બટકી ગઈ સાજણ,
કેમ કરીને લખીએં !
હોલાની પાંખોમાં ફફડે સીમ
ભુજંગો ફેણ ઉછાળે
રાત શ્વાસમાં મસળી
ખેતર ભળું-ભાંખળું ભાળે
ચકલીની આંખોમાં લેખણ બોળી સાજણ,
લખવું છે આ બચ્યું-સચ્યું ચોમાસું
લખીએં કઈ રીતે !
લેખણ બટકી ગઈ અધવચ્ચે
લખીએં કેમ કરીને સાજણ....
સાજણ, કેમ કરીને લખીએં !
લખવું છે, આ ટેકરીઓમાં સરી જતું
સસલાનું ટોળું
ટેકરીઓને કાંઠે ઊભું તળાવ ભોળું
જોયા કરતું લીલા નકરી
લખવી છે એ
લેખણ અધવચ્ચે બટકી ગઈ સાજણ,
કેમ કરીને લખીએં !
હોલાની પાંખોમાં ફફડે સીમ
ભુજંગો ફેણ ઉછાળે
રાત શ્વાસમાં મસળી
ખેતર ભળું-ભાંખળું ભાળે
ચકલીની આંખોમાં લેખણ બોળી સાજણ,
લખવું છે આ બચ્યું-સચ્યું ચોમાસું
લખીએં કઈ રીતે !
લેખણ બટકી ગઈ અધવચ્ચે
લખીએં કેમ કરીને સાજણ....
0 comments
Leave comment