15 - લખીએં તો લખીએં કાગળમાં થડકો / રમણીક સોમેશ્વર


લખીએં તો લખીએં કાગળમાં થડકો,
સાજન ! તમને કાગળમાં મોકલીએં કૂણો તડકો.

ઉપર ખુલ્લું આભલું, ચાંદાનો અજવાસ
તે પર આંખો પાથરી, લખવા બેઠા ખાસ

ભળી હવામાં તમે ચાંદની જેવું ભીનું અડકો,
લખીએં તો લખીએં કાગળમાં થડકો

સીમાડા સળવળ થતા, દૂર સરકતા જાય,
ધરતીના પટ ભેદતી લેખણ આ લંબાય

વીતેલા દિવસો છાતીમાં રમતા અડકોદડકો,
લખીએં તો લખીએં કાગળમાં થડકો.0 comments


Leave comment