18 - ટેરવાંની જેમ જરા દૂર / રમણીક સોમેશ્વર
ટેરવાંની જેમ જરા દૂર
અને આપણે આંગળીના મૂળ જેમ ભેળાં
ગોરાંદે ! ભોં-માં હથેળિયુંની ભેળાં
કીકીના કૂવામાં ઘૂ ઘૂ ઘૂ ઘૂઘવતો
ભમ્મરિયો આપણો મુકામ
રેખા વિનાની મારી ખાલી હથેળિયુંમાં
લિપિ વિનાનું તારું નામ
આસોપાલવ સમી લાગણીઓ ઊજવે છે
ભીનાં સાંભરણાનાં ચેડાં
ગોરાંદે ! ભોં-માં હથેળિયુંની ભેળાં..
અલ્લડતા ઓઢીને ‘હોવા’ના ગામમાં
નામ-ઠામ હારીને ફરીએં
રોમરોમ ખીલેલાં સ્મરણોનાં ખેતર, ને
લૂમઝૂમ સ્પર્શોમાં સરીએં
એનઘેન આંખોમાં ડૂબીને –
સમણાંની નદિયુંમાં વહી જઈએં ભેળાં
ગોરાંદે ! ભોં-માં હથેળિયુંની ભેળાં...
અને આપણે આંગળીના મૂળ જેમ ભેળાં
ગોરાંદે ! ભોં-માં હથેળિયુંની ભેળાં
કીકીના કૂવામાં ઘૂ ઘૂ ઘૂ ઘૂઘવતો
ભમ્મરિયો આપણો મુકામ
રેખા વિનાની મારી ખાલી હથેળિયુંમાં
લિપિ વિનાનું તારું નામ
આસોપાલવ સમી લાગણીઓ ઊજવે છે
ભીનાં સાંભરણાનાં ચેડાં
ગોરાંદે ! ભોં-માં હથેળિયુંની ભેળાં..
અલ્લડતા ઓઢીને ‘હોવા’ના ગામમાં
નામ-ઠામ હારીને ફરીએં
રોમરોમ ખીલેલાં સ્મરણોનાં ખેતર, ને
લૂમઝૂમ સ્પર્શોમાં સરીએં
એનઘેન આંખોમાં ડૂબીને –
સમણાંની નદિયુંમાં વહી જઈએં ભેળાં
ગોરાંદે ! ભોં-માં હથેળિયુંની ભેળાં...
0 comments
Leave comment