19 - સાત જનમના મૂંઝારા ને / રમણીક સોમેશ્વર


સાત જનમના મૂંઝારા ને
આઠ જનમની કેદ
અમે બંધ દરવાજા ગોરી
તમે ઉકેલો ભેદ.

આટાપાટા રમતાં રમતાં
અમે કરી એક ભૂલ
છાતીના દરિયે છલછલતું
ચીતરી બેઠાં ફૂલ;

અજાણતામાં ધોરી નસ પર
મૂકી દીધો છેદ
અમે બંધ દરવાજા ગોરી,
તમે ઉકેલો ભેદ.

અમે ગયા તે પગલાં ઉપર
ડમરી નહીં પણ ધૂળ
દરવાજાનાં તોરણ –
ઓચિંતાનાં થઈ ગ્યાં શૂળ

રૂંવાડે રૂંવાડે એક જ ખટકો –
એક જ ખેદ
અમે બંધ દરવાજા ગોરી,
તમે ઉકેલો ભેદ.0 comments


Leave comment