51 - આમ અહીં રહીને ય આપોઆપ ઓળંગી ગયો / મુકુલ ચોકસી


આમ અહીં રહીને ય આપોઆપ ઓળંગી ગયો,
હું અણુ થઈને ય આખો વ્યાપ ઓળંગી ગયો.

સ્થૂળને આપીને અંતે થાપ, ઓળંગી ગયો,
હું સૂરજ નહીં તો સૂરજનો તાપ ઓળંગી ગયો.

પગ બન્યાનો આમ હું અભિશાપ ઓળંગી ગયો,
પાડી પગલાંની હજારો છાપ, ઓળંગી ગયો.

કોઈ પણ કાંઠેથી દરિયો તો પમાતો હોય છે,
એક જણ સુખ, એક જણ સંતાપ ઓળંગી ગયો.

એક દી આમ જ ગઝલ ગાતો હતો ત્યાં એકદમ,
છંદ ભાષા લય અને આલાપ ઓળંગી ગયો.0 comments


Leave comment