56 - શાનાં સ્તવન સ્તવું અને ક્યાંનાં કવન કવું ?/ મુકુલ ચોકસી


શાનાં સ્તવન સ્તવું અને ક્યાંનાં કવન કવું ?
ઉન્માદ! લાગણીથી વધારે તો શું લવું ?

હાથોમાં હાથ રાખી હવે કેમ જીવવું?
તારે છે ચાલવું અને મારે છે મ્હાલવું...

પામી લીધું ઊંડાણ મેં અભિવ્યક્તિનું નવું,
ચૂમો તો ચીસ પાડું ને કાપો તો કલરવું !

સહરાની છાલકો ય પછી અમને ચાલશે,
શીખી જવા દો એક વખત તરબતર થવું.

જાકારો આઠે આઠ દિશાએ દીધા પછી,
અંતર્મુખ એક પળમાં થયા, એમાં શું નવું ?0 comments


Leave comment