59 - આ ભાંગતી ક્ષણોના સહારે કશુંક આપ / મુકુલ ચોકસી


આ ભાંગતી ક્ષણોના સહારે કશુંક આપ,
ઉન્માદ ! ચાહવાથી વધારે કશુંક આપ.

ઊભી છું હું અતીતને આરે, કશુંક આપ,
ધાવું છે મારે મારી વહારે, કશુંક આપ.

ભરચક-અફાટ-ખુલ્લા કિનારે કશુંક આપ,
જેને જે ધારવું હો તે ધારે, કશુંક આપ.

સંધ્યા ઉષામાં ભિન્ન નિખરતા સૂરજની જેમ,
વિધવિધ રીતે વિવિધ પ્રકારે કશુંક આપ.



0 comments


Leave comment