60 - ઉન્માદ ! મારી જેમ અટૂલો ન આવજે / મુકુલ ચોકસી


ઉન્માદ ! મારી જેમ અટૂલો ન આવજે,
કવિતાની પેલે પારનાં ડૂસકાંઓ લાવજે.

મટિયાલા મનની મહેકને મનદુ:ખ થશે છતાં
વાવી શકાય તો મહીં વૈફલ્ય વાવજે.

અંતિમ શ્વાસ લગ મને દેજે તું ઝૂરવા
કિન્તુ એ શ્વાસ છોડું એ પહેલાં બચાવજે.

થોડી અશબ્દ રાત્રિઓ મેં પણ વિતાવી છે
થોડી અશબ્દ રાત્રિઓ તું પણ વિતાવાજે.



0 comments


Leave comment