29 - જળ (ડ)ની માયા / રમણીક સોમેશ્વર
ચણો પાણીમાં ફૂલે છે એવડો
ફૂલે છે એવડો...
ફૂલે છે એવડો...
અલ્યા ચણા, હવે પાણીની માયા તું છોડ
પાણીને પરપોટા પાળવાની ટેવ
અને ભાઈ, તને પરપોટો થઈ જાતાં વાર શી ?
પાણીમાં ચહેરો સમારવાનું છોડીને
સાચવીએ પોતાની આરસી
આ તે કેવા ફુલાવાના કોડ !
અલ્યા ચણા, હવે પાણીની માયા તું છોડ
ચણો.....
પાણીની છાલકથી ગલગલિયાં થાય
તને છાલકથી ગલગલિયાં થાય
આમ જોવા જઈએં તો ડૂબે
ને આમ પાછો મનમાં ને મનમાં ફૂલાય
કદી આવે ના એનો કંઈ તોડ
અલ્યા ચણા, હવે પાણીની માયા તું છોડ
ચણો......
ફૂલે છે એવડો...
ફૂલે છે એવડો...
અલ્યા ચણા, હવે પાણીની માયા તું છોડ
પાણીને પરપોટા પાળવાની ટેવ
અને ભાઈ, તને પરપોટો થઈ જાતાં વાર શી ?
પાણીમાં ચહેરો સમારવાનું છોડીને
સાચવીએ પોતાની આરસી
આ તે કેવા ફુલાવાના કોડ !
અલ્યા ચણા, હવે પાણીની માયા તું છોડ
ચણો.....
પાણીની છાલકથી ગલગલિયાં થાય
તને છાલકથી ગલગલિયાં થાય
આમ જોવા જઈએં તો ડૂબે
ને આમ પાછો મનમાં ને મનમાં ફૂલાય
કદી આવે ના એનો કંઈ તોડ
અલ્યા ચણા, હવે પાણીની માયા તું છોડ
ચણો......
0 comments
Leave comment