61 - મેં જે ગુમાવ્યું તે આ ફૂલોને મળી ગયું / મુકુલ ચોકસી
મેં જે ગુમાવ્યું તે આ ફૂલોને મળી ગયું,
ઉન્માદ! સૌ સુગંધનું સાટું વળી ગયું.
સપનું શરમનું માર્યું લપાઈને જેમતેમ,
અડધે સુધી ગયું અને પાછું વળી ગયું.
બાકીની હું રહીને અવિચળ કરું ય શું ?
તૃષ્ણાથી તન ને મહેક થકી મન ચળી ગયું.
લખલૂટ પીને પણ ન જરીકે લળ્યું કોઈ,
કોઈ પીવાની વાત થતામાં ઢળી ગયું.
ઉન્માદ! મન તૂટી ગયું હોતે તો ઠીક થાત,
તૂટ્યું નહીં ને એટલે વાંકુ વળી ગયું.
ઉન્માદ! સૌ સુગંધનું સાટું વળી ગયું.
સપનું શરમનું માર્યું લપાઈને જેમતેમ,
અડધે સુધી ગયું અને પાછું વળી ગયું.
બાકીની હું રહીને અવિચળ કરું ય શું ?
તૃષ્ણાથી તન ને મહેક થકી મન ચળી ગયું.
લખલૂટ પીને પણ ન જરીકે લળ્યું કોઈ,
કોઈ પીવાની વાત થતામાં ઢળી ગયું.
ઉન્માદ! મન તૂટી ગયું હોતે તો ઠીક થાત,
તૂટ્યું નહીં ને એટલે વાંકુ વળી ગયું.
0 comments
Leave comment