62 - હદથી વાઢી જો જાય તો હદપાર થઈ શકે / મુકુલ ચોકસી


હદથી વાઢી જો જાય તો હદપાર થઈ શકે,
ઉન્માદનો બીજો તો શ્હો ઉપચાર થઈ શકે ?

અશ્વો કદી ન પોતાના અસવાર થઈ શકે,
આથી વધુ તો કોણ નિરાધાર થઈ શકે ?

ઓછું કરો રુદન તો અણીદાર થઈ શકે,
બમણું કરો તો બારીએ બૌછાર થઈ શકે.

સાક્ષાત સામે હોય તો સ્પર્શી ય ના શકો,
ગઝલો ને ગીતમાં જે ગિરફતાર થઈ શકે.

બાકી વલોવી નાખતી વસ્તુઓ પણ કદીક,
સહેલાઈથી કહો તો સમાચાર થઈ શકે.



0 comments


Leave comment