63 - ઉન્માદ! કૃષ્ણપક્ષના ચંદ્રોને ક્ષય મળે / મુકુલ ચોકસી


ઉન્માદ! કૃષ્ણપક્ષના ચંદ્રોને ક્ષય મળે,
સૃષ્ટિ સકળને એમ પુન: તારી વય મળે.

રસ્તે જતા હૃદયને અચાનક હૃદય મળે,
મુજને એ પર્વ નીરખ્યા કરવા સમય મળે.

ગીતોને તવ બિડાયેલાં લોચનનો લય મળે,
ગઝલોને અંગ અંગમાં ઊઠતાં વલય મળે.

ઇચ્છયું’તું એટલું જ કે આ આખા શહેરમાં,
એકાદ ઓછાબોલું અનાવૃત હૃદય મળે.0 comments


Leave comment