64 - જીવથી વધીને અર્પવા કંઈ પણ ભલે ન હો / મુકુલ ચોકસી


જીવથી વધીને અર્પવા કંઈ પણ ભલે ન હો,
ઉન્માદ! એથી અલ્પ કશી આપ – લે ન હો.

ના હોય તો ભલે ને સકલ આભલે ન હો,
પણ સૂર્ય કોઈનો કદી અસ્તાચલે ના હો.

જે આ પળે જ હો અને બીજી પળે ના હો,
એવો સરકતો સ્પર્શ કોઈ આંચલે ન હો.

ઉન્માદ! આવું કેમ થતું હોય છે કહે,
હોઠે જ હાશ હો અને અંતસ્તલે ન હો !



0 comments


Leave comment